સપ્ટેમ્બરમાં લોન્ચ કરવાની પરંપરાને ધ્યાનમાં રાખીને, Apple ની આ ઇવેન્ટ પણ એક ધમાકેદાર ઇવેન્ટ હતી, જેમાં પુષ્કળ નવા હાર્ડવેર હતા. નવી iPhone 13 સીરીઝ મુખ્ય લોન્ચ ઇવેન્ટ હતી. અત્યાધુનિક A15 બાયોનિક ચિપસેટ સમગ્ર લાઇનઅપને શક્તિશાળી બનાવે છે, આઇફોન 13 પ્રો અને પ્રો મેક્સને આતુરતાથી અપેક્ષિત 120 હર્ટ્ઝ સ્ક્રીન મળી અને બધામાં બોર્ડમાં કેમેરા અપગ્રેડ્સ કરવામાં આવ્યા છે. Apple દ્વારા નવી 8.3-ઇંચની આઈપેડ મિનીનું અનાવરણ પણ કર્યું છે જે સંપૂર્ણપણે ફરીથી ડિઝાઈન કરેલી બોડી, A15 ચિપસેટ અને USB-C પોર્ટ સાથે છે. એન્ટ્રી-લેવલ આઈપેડ 10.2 ને A12 બાયોનિક સાથે A12 બાયોનિક સાથે લોન્ચ કરવામાં આવ્યા અને વધુ સારા ફ્રન્ટ કેમેરા પણ આપવામાં આવ્યા છે. Apple Watch Series 7 પણ લોન્ચ કરવામાં આવી છે. સિરીઝ 7 તેના પુરોગામી કરતા વધુ સખત અને 33% ઝડપી ચાર્જ થઇ શકશે.

Apple દ્વારા લોન્ચ કરવામાં આવેલ પ્રોડક્ટ્સ

Apple iPhone 13 Series

જેની સૌથી વધુ રાહ જોવાઈ રહી હતી એ iPhone 13 Series Apple દ્વારા લોન્ચ કરવામાં આવી છે. મુખ્યત્વે ચીપ અને કેમેરાને વધુ અપગ્રેડ કરવામાં આવ્યા છે અને અમુક વેરીયાંટમાં 1 TB સુધીના સ્ટોરેજના ઓપ્શન પણ આપવામાં આવ્યા છે. iPhone 12 સીરીઝની જેમ આ વખતે પણ Apple iPhone 13, iPhone 13 mini, iPhone 13 Pro, Phone 13 Pro Max રજુ કરવામાં આવ્યા છે. આપની નજીકના પુજારા ટેલીકોમ સ્ટોર પર 17 સપ્ટેમ્બરથી iPhone 13 ના પ્રી-બુકિંગની શરૂઆત થશે. નીચે iPhone 13 ની કિંમત અને મેમરી ઓપ્શનની માહિતી આપવામાં આવી છે.

iPhone 13 mini prices in India
 • ₹69,900 - 128GB
 • ₹79,900 - 256GB
 • ₹99,900 - 512 GB

iPhone 13 prices in India
 • ₹79,900 - 128GB
 • ₹89,900 - 256GB
 • ₹109,900 - 512GB
iPhone 13 Pro prices in India
 • ₹1,19,900 - 128GB
 • ₹1,29,900 - 256GB
 • ₹1,49,900 - 512GB
 • ₹1,69,900 - 1TB
iPhone 13 Pro Max prices in India
 • ₹1,29,900 - 128GB
 • ₹1,39,900 - 256GB
 • ₹1,58,900 - 512GB
 • ₹1,79,900 - 1TB

Apple Watch Series 7

Apple વોચ સીરીઝ 7 માં એકદમ નવી ડિસ્પ્લે મળે છે. જેની બોર્ડર 40 ટકા પાતળી છે. આ રિડિઝાઈન કરવામાં આવેલા બટન અને એક નવા ડિસ્પ્લે સાથે આવે છે. સ્ક્રીન ખૂબ વધારે ટેકસ્ટ દેખાડી શકે છે. સીરીઝ 7માં મોટી સક્રીનના કારણે ફુલ કિબોર્ડને સપોર્ટ કરે છે. Apple Watch Series 7 ની ભારતીય કિંમત અને ઉપલબ્ધતા વિષે હાલ કઈ પણ માહિતી ઉપલબ્ધ નથી.

 

Apple iPad mini & iPad 10.2

Apple એ નવા આઈપેડ લોન્ચ કર્યા છે. Apple નું iPad 2021 લેટેસ્ટ A13 બાયોનિક ચિપસેટથી ચાલે છે. તેમાં નીચેની તરફ એક બટન પણ છે. IPad માં 122 ડિગ્રી પોઈન્ટ ઓફ વ્યૂની સાથે 12MP નો અલ્ટ્રા-વાઈટ કેમેરો છે. ફ્રન્ટ કેમેરો એક નવા સેન્ટર-સ્ટેઝ ફીચર સાથે છે જે કોલને વધારે નેચરલ બનાવશે અને ઓટોમેટિક રીતે બીજા યૂર્ઝસની ભાળ મેળવશે. આ ફર્સ્ટ જનરેશનના એપ્પલ પેન્સિલને સપોર્ટ કરશે. આ iPadOS 15 ની સાથે શિપ હશે. iPad mini & iPad 10.2 ની ભારતીય કિંમત અને ઉપલબ્ધતા વિષે હાલ કઈ પણ માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી નથી.